ઓગસ્ટ 2, 2025 3:01 પી એમ(PM)

printer

હવામાન વિભાગે રાજ્યમાં આગામી આઠ ઑગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી આઠ ઑગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની શક્યતા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 63 ટકા જેટલો વરસાદ થયાના અહેવાલ છે. બીજી તરફ, માછીમારોને આગામી પાંચ ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે.
ભરૂચની નર્મદા નદીમાં હાલ પાણીનું સ્તર 18 ફૂટ સુધી પહોંચ્યું છે. તેને લઈ 27 ગામને સાવચેત કરાયા છે. જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી હાથ ધરાઈ. ઉપરાંત લોકોને નદી કાંઠેથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. મહેસાણાના ધરોઈ બંધમાં હાલ 85 ટકા જેટલો પાણીનો સંગ્રહ થઈ ગયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.