જૂન 14, 2025 9:31 એ એમ (AM)

printer

હવામાન વિભાગે રાજસ્થાન માટે રેડ એલર્ટ જારી કર્યુ

હવામાન વિભાગે રાજસ્થાન માટે રેડ એલર્ટ જારી કરતાં જણાવ્યું છે કે આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ધૂળની ડમરી ઊડવાની સાથે તીવ્ર ગરમીની સ્થિતિ ચાલુ રહેશે. આજે જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, પંજાબ અને ઉત્તરપ્રદેશના અલગ અલગ સ્થળોએ પણ ગરમીનું મોજું પ્રસરવાની આગાહી કરી છે. બિહાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.દરમિયાન હવામાન વિભાગે દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.