ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 27, 2025 8:01 એ એમ (AM)

printer

હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યુ

હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી.
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસામાં અલગ-અલગ સ્થળોએ જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદ ને કારણે કૃષિ પકોને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે બાજરી માંગ તલ અડદ જેવા ઉનાળુ પાકોને નુકસાન ની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં કાળઝાળ ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ બન્યા છે. પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ઊંચકાતા ગરમી માઝા મૂકી રહી છે. બપોર સુધીમાં તો તાપમાન 45 ડિગ્રી આસપાસ પહોંચી જતાં બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. સાંજ સુધી ગરમી વર્તાતી હોઈ જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે.
જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અસહ્ય ગરમી વર્તાતી હતી, ત્યારે રાઠ વિસ્તારમાં રાત્રે ભારે પવન ગાજ વીજ સાથે સવાર સુધી વરસતા નદી કોતરોમાં પણ પાણી વહેતા થયાં છે, જો કૅ વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીમાંથી મુક્તિ મળી છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ