ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 16, 2024 4:06 પી એમ(PM)

printer

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપરુ, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, અને દીવમાં આજે રેડ અલર્ટની સ્થિતિ છે.
આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રમાં, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.