નવેમ્બર 28, 2025 7:24 પી એમ(PM)

printer

હવામાન વિભાગે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત દિત્વાહને કારણે પુડુચેરી માટે રેડ એલર્ટ જાહેર કર્યું.

હવામાન વિભાગે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત દિત્વાહને કારણે પુડુચેરી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અરક્કોનમથી રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની 60 સભ્યોની ટીમ આજે પુડુચેરી પહોંચી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ચર્ચા કરી હતી.
કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે, 312 કામચલાઉ રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે.
એક કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે જે 24 કલાક કાર્યરત રહેશે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે જાહેર જનતાને આગામી બે દિવસ બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવવા અપીલ કરી છે.