હવામાન વિભાગે જુલાઈ મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી. વિભાગના મહાનિદેશક ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રેએ એક વર્ચ્યૂઅલ પત્રકાર સંમેલનમાં કહ્યું, દેશના મોટા ભાગના વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું, જુલાઈમાં ઉત્તર-પૂર્વ અને પૂર્વના મોટા ભાગના વિસ્તાર તેમજ દૂર દક્ષિણના દ્વિપકલ્પીય વિસ્તારો અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે.કેરળમાં તો ચોમાસું સામાન્ય તારીખ એક જૂનથી પહેલા જ 24 મૅ-એ આવી ગયું છે. 17 વર્ષ બાદ ચોમાસાનું નિર્ધારિત સમય પહેલા આગમન થયું છે. દક્ષિણ પશ્ચિમ સોમાસું પોતાની સામાન્ય તારીખથી નવ દિવસ પહેલા 29 જૂને સમગ્ર દેશમાં પહોંચ્યું છે. ડૉક્ટર મહાપાત્રાએ કહ્યું, આ વર્ષે જૂન મહિનામાં કુલ 180 મિલિમિટર વરસાદ થયો છે. આ 165.3 મિલિમિટરના સામાન્ય સ્તરથી વધુ છે, પરંતુ ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્યથી ઓછો માત્ર 272.9 મિલિમિટર વરસાદ થયો
Site Admin | જુલાઇ 1, 2025 7:31 એ એમ (AM)
હવામાન વિભાગે જુલાઈ મહિનામાં સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી