માર્ચ 14, 2025 9:39 એ એમ (AM)

printer

હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા દર્શાવી

રાજ્યના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે..લોકો ગરમીને કારણે ત્રસ્ત બન્યાં છે ત્યારે હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના વડા એ કે દાસે કહ્યું છે કે આજથી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્ય ઉપર આવતા પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.