ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર બનેલું દબાણ આવતીકાલ સુધીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે. વાવાઝોડું “મોન્થા” ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને મંગળવાર સુધીમાં તીવ્ર વાવાઝોડાંમાં ફેરવાઈ જવાની સંભાવના છે. દરમિયાન, આંધ્રપ્રદેશ અને પુડુચેરીએ વાવાઝોડું “મોન્થા”ને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં વધુ કડક બનાવ્યા છે.
હવામાન વિભાગે માછીમારોને 29 ઓક્ટોબર સુધી બંગાળની ખાડી, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, યાનમ અને ઓડિશામાં ન જવા વિનંતી કરી છે.
Site Admin | ઓક્ટોબર 26, 2025 7:41 પી એમ(PM)
હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર બનેલું દબાણ આવતીકાલ સુધીમાં વાવાઝોડું “મોન્થા” તીવ્ર બનવાની સંભાવના.