હવામાન વિભાગે આજે કર્ણાટક દરિયાકાંઠાના અને ઓડિશામાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ગંગા પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત ભારે વરસાદની આગાહી છે. બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિત ઉત્તરપૂર્વ ભારતમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આવતીકાલ માટે કેરળના છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે માટે ઇડુક્કી અને પઠાણમથિટ્ટામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે આવતીકાલે પણ ચાલુ રહેશે.
આ દરમિયાન, આજે દિલ્હી એનસીઆરમાં વરસાદની આગાહી છે.
Site Admin | જુલાઇ 24, 2025 7:44 પી એમ(PM)
હવામાન વિભાગે કર્ણાટક દરિયાકાંઠા અને ઓડિશામાં મુશળધાર વરસાદની આગાહી કરી.
