ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે ઉત્તર અને મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનંી ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને તે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ઓડિશા અને ઉત્તરઆંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે માછીમારોને આવતીકાલ સુધી ઉત્તરપૂર્વ અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની બહાર ન જવાની સલાહ આપી છે. દિલ્હીના કેટલાક ભાગો અનેતેની આસપાસના વિસ્તારોમાં રાત્રે મધ્યમથી ભારે વરસાદ થયો હતો. વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહારને અસર થઈ હતી..