ઓક્ટોબર 25, 2025 3:07 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું

હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જયારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરી છે.
ગીર સોમનાથના અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વેરાવળમાં હાલ વરસાદ થઈ રહ્યો છે. અને વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે અગાઉ ડિપ્રેશનના કારણે આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ અને છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી, જે અનુસાર વેરાવળ વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે જેથી સોમનાથ આવેલા યાત્રિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
અમારા મહેસાણાના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં સવારે હવામાનમાં પલટો આવતા વરસાદી માહોલ છવાયો હતો. અને કમોસમી વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.