હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને આસામમાં પણ આ જ સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.
જ્યારે હરિયાણા, ઓડિશા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન અને મણિપુરમાં આજે ગાઢ ધુમ્મસ અને રાયલસીમા અને તટીય આંધ્રપ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ છે.
ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં આજે બરફવર્ષા થવાની શક્યતા છે. હવામાન વિભાગે ત્રણ હજાર મીટરથી વધુ ઊંચાઈના વિસ્તારમાં બરફવર્ષા અને ખૂલ્લા વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 2:15 પી એમ(PM)
હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે
