ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 12, 2025 3:00 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદની સંભાવના છે. આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાં સાથે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ