માર્ચ 2, 2025 10:02 એ એમ (AM)

printer

હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, કેરળ અને માહેમાં ઘણી જગ્યાએ વાવાઝોડા અને ભારે પવન ફૂંકાઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસભર ગરમ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે કોંકણ અને ગોવામાં આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેશે.