આજે ગુજરાતના છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સાતમી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહી હોવાને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે, તેમ હવામાન વિભાગના વડા ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું.
બીજીતરફ ગઇકાલે વરસાદની ગતિ ધીમી પડી હતી. ગઇકાલે સવારે છ વાગ્યાથી આજના સવારના ચાર વાગ્યા સુધીમાં 68 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ વલસાડના કપરાડા અને ધરમપુરમાં વરસ્યો હતો.. 
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 9:47 એ એમ (AM)
હવામાન વિભાગે આજે રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું
 
		 
									 
									 
									 
									 
									