જાન્યુઆરી 12, 2026 8:17 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આજે રાજસ્થાનમાં ભારે અને હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે રાજસ્થાનમાં ભારે અને હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આગામી બે થી ત્રણ દિવસમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળની હિમાલયની તળેટી અને સિક્કિમમાં ગાઢ ધુમ્મસ છવાઈ જશે. દરમિયાન, વિભાગે કહ્યું છે કે આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની શક્યતા છે.