હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કોંકણ અને ગોવામાં
ભારે વરસાદ થવાની આગાહી સાથેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, ઉત્તરાખંડ,
પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી ક્ષેત્ર, બિહાર અને ઉત્તર પૂર્વ વિસ્તારોમાં
આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પર હવાના હળવા દબાણનું ક્ષેત્ર અને ચક્રવાત બન્યું
છે. જે આગામી 48 કલાક દરમિયાન સમગ્ર ઝારખંડ, દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય
પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
Site Admin | ઓગસ્ટ 3, 2024 2:37 પી એમ(PM)
હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ,કોંકણ અને ગોવામાં ભારે વરસાદ થવાની આગાહી સાથેનું રેડ એલર્ટ જાહેર કર્યું
