હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી દિલ્હી, હરિયાણા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ગુજરાત, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તરીય ક્ષેત્રમાં ઘણી જગ્યાએ મુશળધાર વરસાદની આગાહી કરી છે. ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે.
આજે બિહાર, કર્ણાટકના આંતરિક ભાગો, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી પણ કરી છે.
Site Admin | ઓગસ્ટ 23, 2025 2:30 પી એમ(PM)
હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું
