હવામાન વિભાગે આજે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઉત્તરપૂર્વ ભારતમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ જશે. કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી શકે તેવી શક્યતા છે.
દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. આજે બપોરે 1 વાગ્યે દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 376 નોંધાયો હતો.
Site Admin | ડિસેમ્બર 21, 2025 7:44 પી એમ(PM)
હવામાન વિભાગે આજે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું