ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 15, 2025 8:50 એ એમ (AM) | હવામાન વિભાગ

printer

હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ વરસાદ કે હિમવર્ષાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળના હિમાલય પ્રદેશ, સિક્કિમ અને દેશના ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયું રહેશે. આગામી ત્રણ દિવસમાં મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.હવામાન વિભાગે માછીમારોને આજે મન્નાર ખીણ અને તેની આસપાસના કોમોરિન વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે.