નવેમ્બર 29, 2025 7:24 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું.

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત દિત્વાહને કારણે તમિલનાડુના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લા કલેક્ટરોને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. નાગપટ્ટીનમ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટીમો તૈનાત કરવામાં આવી છે. કુડ્ડલોર, વિલ્લુપુરમ, પુડુચેરી અને કરાઈકલમાં આવતીકાલ સવાર સુધી ભારે વરસાદની આગાહી છે.
નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને કટોકટી સહાય માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.