ભારતીય હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે અરુણાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, કેરળ, માહે, કોંકણ, ગોવા, પંજાબ અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે.
Site Admin | જૂન 3, 2025 9:56 એ એમ (AM)
હવામાન વિભાગે આજે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી
