હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. તેમાંથી સૌથી વધુ સવા બે ઈંચ જેટલો વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં વરસ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 56 ટકા જેટલો નોંધાયો છે.
Site Admin | જુલાઇ 26, 2025 3:50 પી એમ(PM)
હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી
