હવામાન વિભાગે આગામી 26 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને પણ 24 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
દરમિયાન રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ સવા એક ઇંચ જેટલો વરસાદ અરવલ્લીના મેઘરજ તાલુકામાં થયાનો અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 76 ટકા જેટલો થયો છે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 3:20 પી એમ(PM)
હવામાન વિભાગે આગામી 26 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી