હવામાન વિભાગે આગામી 23 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે પોરબંદર, જુનાગઢ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને આગામી 21 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં ફરી એક વાર વરસાદનું જોર વધતાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 69 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. દરમિયાન સૌથી વધુ 72 ટકા જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 207માંથી 76 બંધ 70થી 100 ટકા ભરાઈ ગયા છે. બીજી તરફ, રાજ્યમાં 87 ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું—ખરીફ વાવેતર પૂર્ણ થયું છે.
ઉપરવાસમાં ભારે વરસાદ વધતાં ફરી સુરતનો કૉઝ—વૅ બંધ કરાયો છે. જોકે, ગત મંગળવારે કૉઝ-વૅના દરવાજા ખોલી વાહન વ્યવહાર પૂર્વવત્ કરાયો હતો, પરંતુ તેનું જળસ્તર વધતાં આજે તેને ફરી અનિશ્ચિત સમય સુધી બંધ કરાયો છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 2:56 પી એમ(PM)
હવામાન વિભાગે આગામી 23 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી