સપ્ટેમ્બર 19, 2024 3:33 પી એમ(PM) | હવામાન વિભાગ

printer

હવામાન વિભાગે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તેમજ દાદરા નગર હવેલીમાં આજે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવતીકાલે છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.