રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આશંકા છે.જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આજે ઠંડર સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, આગામી 24 કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.બીજી તરફ, દરિયાકિનારે લગાવાયેલું LC-3 સિગ્નલ પણ હટાવી લેવામાં આવતાં માછીમારોને રાહત થઇ છે,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં રાજ્યમાં સૌથી વધુ કચ્છના અંજારમાં 3.19 ઈંચ વરસાદ નોંધાયો છે.
Site Admin | નવેમ્બર 4, 2025 10:09 એ એમ (AM)
હવામાન વિભાગે આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી