હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કર્ણાટકમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. કર્ણાટક, તમિલનાડુ, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રની નજીકના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.પત્રકારો સાથે વાત કરતા, હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જેનામણીએ જણાવ્યું કે આવતીકાલથી મુંબઈમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે દેશના ઉત્તરીય ભાગોમાં ગરમી વધવાની કોઈ શક્યતા નથી.
Site Admin | મે 20, 2025 10:34 એ એમ (AM)
હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કર્ણાટકમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું