હવામાન વિભાગે આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે તમામ
જિલ્લાઓનાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારાની શક્યતા વ્યક્ત કરી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન કચ્છના
ભુજમાં 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાવ્યું હતું.ચાર મહાનગરોમાં પણ મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો.અમદાવાદમાં 37.6, વડોદરામાં 37, સુરતમાં 36.1 અને રાજકોટમાં 38.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
Site Admin | માર્ચ 8, 2025 7:57 પી એમ(PM)
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યુ છે
