ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 21, 2024 6:31 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન જમ્મુ- કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં ઠંડીનું મોજું તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરી છે

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં ઠંડીનું મોજું તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરી છે. પંજાબ અને રાજસ્થાનમાં પણ સોમવાર સુધી ઠંડીનું તીવ્ર મોજું રહેશે. હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઝારખંડના અલગ-અલગ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે.
અમારા હિમાચલના સંવાદદાતા જણાવે છે કે, રાજ્યમાં ઘણા સ્થળોએ શીતલહેરના પગલે લઘુત્તમ તાપમાન ઘટીને શૂન્ય ડિગ્રી નોંધાયું છે. સવારના સમયે ઘણા સ્થળોએ ધુમ્મસ છવાયેલું હોય છે. આના પરિણામે કુલુ વિમાનમથકેથી છેલ્લા ત્રણ દિવસથી વિમાનસેવા ખોરવાઇ છે.
જમ્મુ અને કાશ્મીરમાં તીવ્ર ઠંડીના 40 દિવસના અને ચિલ્લઇ કલાન તરીકે ઓળખાતા સમયગાળાનો આજથી આરંભ થયો છે. કાશ્મીરમાં ઘણા સ્થળોએ રાત્રીના તાપમાનમાં તીવ્ર ઘટાડો જ્યારે જમ્મુમાં પ્રમાણમાં ઓછો ઘટાડો નોંધાયો છે. અમારા સંવાદદાતા જણાવે છે કે, આજથી શરૂ થયેલા ચિલ્લઇ કલાન દરમિયાન કાશ્મીર ખીણમાં તીવ્ર શીત લહેર ફરી વળે છે. શ્રીનગરમાં ગઇકાલે વિક્રમજનક માઇનસ 8.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ઘણા પ્રવાસન સ્થળોએ હળવી હિમવર્ષા થઇ છે.