ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજસ્થાનના પશ્ચિમી વિસ્તારમાં શીત લહેર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કીમ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝૉરમ અને ત્રિપુરામાં આજે રાત્રે અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર સહિત મધ્ય અને પશ્ચિમી ભારતમાં આજથી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આગામી બે દિવસમાં મહારાષ્ટ્રનાં કેટલાંક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. આજે સવારે મુંબઇનું તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આવતીકાલે વિવિધ સ્થળો પર વરસાદની શક્યતા છે. આગામી 2 દિવસમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સવાર અને રાતના સમયે ધુમ્મસ રહી શકે છે.
Site Admin | ડિસેમ્બર 9, 2024 2:16 પી એમ(PM)
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજસ્થાનના પશ્ચિમી વિસ્તારમાં શીત લહેર વધવાની શક્યતા વ્યક્ત કરી છે
