જુલાઇ 12, 2025 8:41 એ એમ (AM)

printer

હવામાન વિભાગે આગામી ચાર પાંચ દિવસ દરમિયાન દેશના મધ્ય અને ઉત્તરપશ્ચિમ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચાર પાંચ દિવસ દરમિયાન દેશના મધ્ય ભાગો અને ઉત્તરપશ્ચિમ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આજે પૂર્વી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.હવામાન વિભાગે કહ્યું છે કે આસામ, મેઘાલય, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, માહે, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ રાજસ્થાનમાં આજે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. દરમિયાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં કેટલાક સ્થળોએ ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.