હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં હિટ વેવની આગાહી કરી છે. જ્યારે બિહાર, ઝારખંડ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની પણ આગાહી છે. આગામી બે દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.