ઓગસ્ટ 20, 2024 2:31 પી એમ(PM) | વરસાદ

printer

હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તર પશ્ચિમ, પૂર્વીય અને કેન્દ્રીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તર પશ્ચિમ, પૂર્વીય અને કેન્દ્રીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર જમ્મૂ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં શુક્રવાર સુધીમાં ભારે વરસાદ પડી શકે છે. બાંગ્લાદેશની ઉપર વરસાદી સિસ્ટમ બનેલી છે, જેને કારણે બાંગ્લાદેશ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. આ અસરથી તટિય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને મધ્ય પ્રદેશમાં વરસાદ વરસી શકે છે.