ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 4, 2024 12:28 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અત્યંત ભારે વરસાદ અને ગુજરાત, મધ્યપ્રદેશ, તટીય કર્ણાટક, ગોવા, તટીય આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં પણ રવિવાર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
દરમિયાન આસામમાં હજુ પણ પૂરની સ્થિતિ ગંભીર છે. રાજ્યનાં 29 જિલ્લામાં 16 લાખથી વધુ લોકો પર અસર છે. છેલ્લાં 24 કલાકમાં વધુ આઠ વ્યક્તિનાં મૃત્યુ થયા હતા. આ સાથે આ વર્ષે રાજ્યમાં પુર સંબંધિત મૃત્યુઆંક વધીને 46 થયો છે. ત્રણ વ્યક્તિ ગુમ થયાના અહેવાલ છે. પૂરને કારણે 2 હજાર આઠ સો ગામને અસર થઈ છે અને 39 હજાર 400 હેક્ટર પાકને નુકસાન થયું છે. મુખ્યમંત્રી હિમંતા બિસવા સરમાએ પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.