રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના કૈટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે.દરમ્યાન કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.ગઇકાલે નારાયણ સરોવર અને ગુહર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. લખપતના અનેક વિસ્તારમાં રાત્રે 9 વાગ્યાથી વરસાદી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
Site Admin | જાન્યુઆરી 23, 2026 11:23 એ એમ (AM)
હવામાન વિભાગની રાજ્યમાં ઠંડી વધવાની આગાહી વચ્ચે કેટલાક સ્થળોએ માવઠું થયાના અહેવાલ