હવામાન વિભાગની અગાહીને પગલે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરના સિહોરમાં પોણો એક ઈંચ વરસાદ જ્યારે અન્ય તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. મહુવામાં વરસાદને લીધે મકાન ધરાશાયી થતા એક વૃદ્ધનું અને સિહોરમાં એક મહિલાનું મોત થયાના અહેવાલ છે.
ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. ભરૂચ શહેર અને વાલિયામાં એક-એક ઇંચ કમોસમી વરસાદ થયો છે. જ્યારે વરસાદના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે.
Site Admin | ઓક્ટોબર 29, 2025 2:57 પી એમ(PM)
હવામાન વિભાગની અગાહીને પગલે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ..