દેશમાં આજે ચોમાસુ સામાન્ય તારીખથી નવ દિવસ પહેલા આવી ગયું છે. આગામી સાત દિવસ દરમિયાન ઝારખંડ, ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા, ગુજરાત અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારે અને મુશળધાર વરસાદની સંભાવના છે.
આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દેશના તમામ ભાગોમાં પહોંચી ગયું છે. ચોમાસાની સ્થિતિ સારી છે અને મધ્ય ભારતમાં ખૂબ જ સારો વરસાદ થવાની સંભાવના છે.
દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે. રાજ્યમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 34 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 74 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત 4 લોકો ગુમ છે.
Site Admin | જૂન 29, 2025 7:41 પી એમ(PM)
હવામાન વિભાગના મહાનિર્દેશકે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દેશના તમામ ભાગોમાં પહોંચી ગયું છે.