ડિસેમ્બર 3, 2025 7:12 પી એમ(PM)

printer

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયે વધુ ઠંડી પડવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે. જોકે બે દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યમાં 7 દિવસ સુધી લઘૂતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ રહેશે.