હવામાન વિભાગના આગાહીને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 70 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડા, નર્મદાના ડેડીયાપાડા અને વલસાડના કપરાડામાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે નવસારી, ગણદેવી અને ચીખલી તાલુકાના બે-બે, વાંસદા તાલુકાના 8 અને ખેરગામ તાલુકાનો એક રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે.
ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર હાંસોટ પંથકમાં નવરાત્રીના મધ્યચરણમાં વરસાદ વરસતા ખેલૈયાઓ-ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે.જ્યારે વલસાડના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા ગરબા આયોજકોને નુકસાન થયું,કેટલીક જગ્યાએ ગરબા રદ કરવા પડ્યા હતા.ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાની પૂર્ણા,અંબિકા,ખાપરી અને ગિરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.જિલ્લાના અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 3:37 પી એમ(PM)
હવામાન વિભાગના આગાહીને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો