ભીષણ ચક્રવાત તોફાન મૉન્થા ગત રાત્રે મછલી-પટ્ટણમ અને કલિંગ-પટ્ટણમ વચ્ચે આંધ્રપ્રદેશ અને યમન કાંઠાને પાર કરી ગયું હતું. દરમિયાન 90-થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિજ્ઞાન વિભાગે જણાવ્યું, ચક્રવાત મૉન્થા, કાંઠા પર પહોંચ્યા બાદ હવે નબળું પડી ગયું છે. આ તોફાનથી આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે રાજ્યમાં 43 હજાર હૅક્ટર વિસ્તારમાં ફેલાયેલા પાકને નુકસાન થયાના અહેવાલ છે.
બીજી તરફ, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું, મૉન્થાથી ઓડિશાને વધુ નુકસાન થયું છે અને સાવચેતીના પગલાના કારણે રાજ્યને ઘણી રાહત મળી છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ નિયંત્રણ કક્ષમાં ચક્રવાત બાદની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ શ્રી માઝીએ કહ્યું, કેટલાક વિસ્તારમાં માત્ર સામાન્ય ભૂસ્ખલન અને ઝાડ પડી જવાના સમાચાર છે.
રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRF-એ તોફાનને ધ્યાને રાખી 26 ટુકડી તહેનાત કરી છે, જેમાંથી 12 આંધ્રપ્રદેશમાં, છ ઓડિશામાં અને ત્રણ ઉત્તર તમિળનાડુમાં છે.
Site Admin | ઓક્ટોબર 30, 2025 6:38 એ એમ (AM)
હવામાન વિજ્ઞાન વિભાગે જણાવ્યું, ચક્રવાત મૉન્થા, કાંઠા પર પહોંચ્યા બાદ હવે નબળું પડી ગયું