નવેમ્બર 2, 2025 2:36 પી એમ(PM)

printer

હવામાન ખાતાએ આગામી નવ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ આગામી નવ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્ય વરસાદ થવાની સંભાવના છે. આ સાથે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સરેરાશ આઠ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થયો છે.
બીજી તરફ, રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદના અહેવાલ છે. તેમાં સૌથી વધારે એક ઇંચ જેટલો વરસાદ ભાવનગરના ઘોઘા તાલુકામાં નોંધાયો છે.
બોટાદમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
તાપીના વ્યારા શહેરના મિશન નાકા, બસ મથક, મૅઈન બજાર સહિત ગ્રામીણ વિસ્તારમાં આજે વરસાદી ઝાપટાં થયા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.