હવામાન ખાતાએ આગામી નવ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. બીજી તરફ, રાજ્યમાં વરસાદનું જોર ઘટતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ચાર તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે.
રાજ્યના મોટા ભાગના બંધ પણ સંપૂર્ણ છલકાઈ ગયા છે. તેવામાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ બંધ આ વર્ષે ફરી તેની સંપૂર્ણ સપાટીએ પહોંચી ગયો છે. ઉપરવાસમાંથી 40 હજાર 322 ક્યૂસેક પાણીની આવક થતાં હાલ બંધની સપાટી 345 ફૂટ સુધી પહોંચતાં બંધના ત્રણ દરવાજા ત્રણ ફૂટ ખોલી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સાથે જ આગામી દોઢ વર્ષથી પણ વધુ સમય માટે પીવાના, સિંચાઈ અને ઔદ્યોગિક હેતુ માટેનો પર્યાપ્ત પાણીનો જથ્થો બંધમાં ઉપલબ્ધ હોવાથી દક્ષિણ ગુજરાતના લોકોને રાહત થઈ છે.
Site Admin | ઓક્ટોબર 3, 2025 3:09 પી એમ(PM)
હવામાન ખાતાએ આગામી નવ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી