જુલાઇ 25, 2025 9:07 એ એમ (AM)

printer

હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસના આરંભે શીવમંદિરોમાં શીવભક્તોની લાંબી કતારો લાગી

આજથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો છે. વહેલી સવારથી જ શીવમંદિરોમાં શીવભક્તો પૂજા અર્ચાના કરી રહ્યાં છે. શીવલિંગ પર જળાભિષેક તેમજ વિશેષ પૂજા કરવા માટે મંદિરોમાં ભક્તજનોલી લાંબી કતારો લાગી રહી છે.
દ્વાદશ જ્યોતિર્લિંગમાના એક એવા સોમનાથ મંદિર ખાતે પણ આજથી એક મહિના માટેનો શ્રાવણ મેળાનો આરંભ થયો છે. મંગળા આરતી માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. જય સોમનાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યું છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી હોવાનું જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.