સપ્ટેમ્બર 14, 2024 10:48 એ એમ (AM)

printer

હર્ષ સંઘવી ઉધનામાં રૂ. 4.72 કરોડના ખર્ચે બનેલા એસટી વર્કશોપનું લોકાર્પણ કર્યું

સુરતના ઉધના ખાતે 4.72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવ નિર્મિત ડેપો વર્કશોપનું રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંધવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું કે,  ગુજરાત એસ.ટી.ના ઈતિહાસમાં પ્રથમવાર પ્રતિદિન 25 લાખ મુસાફરો આવાગમનની સેવા આપવામાં સફળતા મળી છે. આગામી સમયમાં 30 લાખ મુસાફરો પ્રતિદિન મુસાફરી કરતા થશે એવો
આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
ઉધના ખાતે સુવિધાયુક્ત નવિન વર્કશોપમાં ટાયર રૂમ, મિકેનિકલ રેસ્ટ રૂમ, ઑઈલ રૂમ, સ્ટોર રૂમ, વોટર રૂમ, ઈલેક્ટ્રિક રૂમ, રેકર્ડ રૂમ, ડેપો મેનેજર કેબિન, એડમિન ઓફિસ, ક્લાસ ૧/૨ રેસ્ટ રૂમ, ડોરમેટરી અને શૌચાલય- હેન્ડીકેપ શૌચાલય જેવી સુવિધાઓ ઉભી કરાઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.