ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે રાજ્યના નવા મંત્રીમંડળના સભ્યોનો શપથ સમારોહ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંત્રી પરિષદમાં આજે એક નાયબ મુખ્યમંત્રી, પાંચ કૅબિનેટ મંત્રી, ત્રણ સ્વતંત્ર હવાલા ધરાવતા રાજ્યમંત્રી અને 12 રાજ્યમંત્રી એમ કુલ 21 મંત્રીને શપથ લેવડાવ્યા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
આ પ્રસંગે જીતુ વાઘાણી, નરેશ પટેલ, ડૉક્ટર પ્રદ્યુમન વાજા, રમણ સોલંકી, અર્જુન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. જ્યારે ઈશ્વરસિંહ પટેલ, પ્રફૂલ પાનશેરિયા અને મનિષા વકીલે સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.
તો કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરિયા, સંજયસિંહ મહિડા, સ્વરૂપજી ઠાકોર, પૂનમચંદ બરંડા અને રિવાબા જાડેજાએ રાજ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યાં.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલા મુખ્યમંત્રીએ સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી. દરમિયાન શ્રી પટેલે રાજ્યના મંત્રીમંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા. તેમજ રાજ્યપાલશ્રી પાસેથી મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માગી.
Site Admin | ઓક્ટોબર 17, 2025 3:34 પી એમ(PM)
હર્ષ સંઘવીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા