ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 5, 2024 10:23 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #Hariyana #BJP | India

printer

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ગઈકાલે સાંજે જાહેર કરાયેલી યાદી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની લાડવા વિધાનસભા બેઠક પરથી, વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા પંચકુલાથી અને પૂર્વ મંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડશે. અસીમ ગોયલ અંબાલા સિટીથી, કંવરપાલ ગુર્જર જગાધરીથી અને ઘનશ્યામ દાસ અરોરા યમુના નગર બેઠક પરથી લડશે. ભાજપે સફીડોન વિધાનસભા બેઠક પરથી રામકુમાર ગૌતમ, તોહાનાથી દેવેન્દ્ર સિંહ બબલીને અને નારનૌલ વિધાનસભા બેઠક પરથી કેપ્ટન અભિમન્યુને મેદાનમાં ઉતાર્યા છે. તોશામમાંથી શ્રીમતી શ્રુતિ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના પૂર્વ સાંસદ સુનીતા દુગ્ગલ રતિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. યાદી મુજબ ભાજપે કુલ આઠ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.