મે 17, 2025 6:36 પી એમ(PM)

printer

હરિયાણા પોલીસે હિસારથી યુટ્યુબર જ્યોતિ રાનીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી

હરિયાણા પોલીસે હિસારથી યુટ્યુબર જ્યોતિ રાનીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે. હિસારના નાયબ પોલીસ અધિક્ષક કમલજીતે જણાવ્યું હતું કે જ્યોતિના પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંપર્કો છે અને તે સોશિયલ મીડિયા દ્વારા ગુપ્ત માહિતી મોકલતી હતી. જ્યોતિએ ચાર વખત પાકિસ્તાનની મુલાકાત લીધી છે.

હરિયાણા પોલીસે કૈથલના મસ્તગઢ ગામથી દેવેન્દ્ર સિંહની પણ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. કૈથલના પોલીસ અધિક્ષક આસ્થા મોદીએ જણાવ્યું હતું કે દેવેન્દ્ર સિંહે ઓપરેશન સિંદૂર સહિત ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલી છે. પૂછપરછ દરમિયાન, તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.