હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, લદાખ, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના વિવિધ સ્થળોએ હીટવેવની આગાહી કરી છે.
જમ્મુ અને કાશ્મીરમાં સાંબા અને જમ્મુ શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન અનુક્રમે 43.9 અને 42.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આકાશવાણી જમ્મુનાં સંવાદદાતાએ અહેવાલ આપ્યો કે, આ વિસ્તાર છેલ્લા ત્રણ દિવસથી ભારે ગરમીના મોજા હેઠળ છે, જેમાં તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન જમ્મુ વિસ્તારમાં ભીષણ ગરમીની આગાહી કરી છે.
Site Admin | જૂન 9, 2025 2:38 પી એમ(PM)
હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના વિવિધ સ્થળોએ હીટવેવની આગાહી
