ઓક્ટોબર 3, 2025 7:07 પી એમ(PM)

printer

હરિયાણામાં સાબર ડેરીના દેશના સૌથી મોટા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, તે ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશના ડેરી ક્ષેત્રમાં ગત 11 વર્ષમાં 70 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. તે વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધતું ક્ષેત્ર છે.
હરિયાણાના રોહતક I.M.T. ખાતે આજે સાબર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે કહ્યું, સાબર ડેરીએ 325 કરોડ રૂપિયાના રોકાણથી સમગ્ર દેશમાં સૌથી મોટા પ્લાન્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે. તે દૂધ ઉત્પાદક ખેડતો માટે લાભદાયી સાબિત થશે અને સમગ્ર NCR ક્ષેત્રની જરૂરિયાતને પૂર્ણ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.